નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ આજે કોરોના સંકટ પર 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી. આ બેઠકમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ગુજરાત, તેલંગણા, અને ઉત્તર પ્રદેશ સામેલ છે. બેઠકમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા થઈ. પીએમ મોદીની છેલ્લા 5 મહિનામાં રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ સાતમી બેઠક છે. પીએમ મોદીએ કહ્યું કે આ દરમિયાન સંબોધનમાં કહ્યું કે કોરોના સામેની જંગ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. દરેક પોતાના સ્તર પર કોરોના સામે લડી રહ્યા છે. તેમણે કહ્યું કે આ 10 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ પર કાબુ પણ મેળવી લઈશું. જો કે તેમણે આ સાથે એમ પણ કહ્યું કે બિહાર, ગુજરાત અને તેલંગણા જેવા રાજ્યોએ ટેસ્ટિંગ વધારવાની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિતાની કે પૈતૃક સંપત્તિ પર પુત્રીનો પણ એટલો જ હક જેટલો પુત્રનો: સુપ્રીમ કોર્ટ 


72 કલાકના ફોર્મ્યુલા પર ભાર મૂકવાની જરૂરી
પીએમ મોદીએ કહ્યું કે મહામારી પોતાનુ સ્વરૂપ બદલી રહી છે. અને અનેક પ્રકારની પરિસ્થિતિઓ પેદા થઈ રહી છે. તેમણે કહ્યું કે એક્સપર્ટ પણ પોતાની વાત સામે રાખી રહ્યાં છે. જો 72 કલાકમાં કેસની ઓળખ થઈ જાય તો જીવ બચાવી શકાય છે. પીએમ મોદીએ કહ્યું કે હવે આ 72 કલાકના ફોર્મ્યુલા પર ફોકસ કરવું પડશે. જે પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ નીકળે તેના 72 કલાકની અંદર તમામ સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટિંગ જરૂરી છે. દિલ્હી-યુપીમાં હાલાત ડરામણા હતાં પરંતુ હવે ટેસ્ટિંગ વધારવાથી હાલાત સુધર્યા છે.


રિવાબા સાથે ઘર્ષણ બાદ મહિલા હેડ કોન્સ્ટેબલની તબિયત લથડી, સારવાર માટે ખસેડાયા 


પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું કે આટલા મોટા સંકટ દરમિયાન બધાએ સાથે કામ કરવું મોટી વાત છે. આજે 80 ટકા એક્ટિવ કેસ ફક્ત 10 રાજ્યોમાં છે. દેશમાં એક્ટિવ કેસ 6 લાખથી વધુ છે. મોટાભાગના કેસ આ 10 રાજ્યોમાં છે. આથી આ રાજ્યો સાથે ચર્ચા જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે બધા રાજ્યો ભેગા મળીને પોતાના અનુભવ શેર કરે. ટેસ્ટિંગની સંખ્યા વધી રહી છે. 


વધુ વિગતો માટે જુઓ VIDEO



પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે દેશમાં મૃત્યુ દર, પોઝિટિવ રેટ ઓછો થયો છે અને રિકવરી રેટ વધી રહ્યો છે. જેનો અર્થ એ છે કે આપણા પ્રયત્નો સિદ્ધ થઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે લોકોમાં વિશ્વાસ વધ્યો છે અને કોરોનાનો ડર પણ ઓછો થયો છે. તેમણે કહ્યું કે આપણે મૃત્યુદરને એક  ટકાથી પણ નીચે લાવવાનો જે લક્ષ્યાંક રાખ્યો છે તેને મેળવવાની કોશિશ કરો. તેમણે આરોગ્ય સેતુ એપના પણ વખાણ કર્યાં. તેમણે કહ્યુ કે તેની મદદથી સંક્રમિત દર્દીઓને ટ્રેક કરવામાં મદદ મળી રહી છે. 72 કલાકમાં બીમારીની જાણ થાય તો જોખમ ઓછું થઈ જાય છે. 


પીએમ મોદીએ કહ્યું કે અત્યાર સુધીનો આપણો અનુભવ છે કે કોરોના વિરુદ્ધ કન્ટેઈન્મેન્ટ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને સર્વિલાન્સ, સૌથી પ્રભાવી હથિયાર છે. હવે જનતા પણ એ વાતને સમજી રહી છે. લોકો સહયોગ કરી રહ્યાં છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube